GujaratAhmedabad

વડોદરા બોટ દુર્ઘટના મામલે હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન

વડોદરાના હરણી લેક ઝોન ખાતે સર્જાયેલ દુર્ઘટનામાં 15 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. જેમાં 13 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે દુર્ઘટના સ્થળ પર હજુ તપાસ ચાલી રહી છે. તેની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. તેને લઈને સરકાર દ્વારા મેજિસ્ટ્રેટને 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આ તાત્કાલિક વડોદરા ખાતે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાની ઉચ્ચ કક્ષાએ તપાસ અંગે આદેશ જાહેર કરવામાં આવ્યા છે. એવામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ ઘટનાને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ સમગ્ર ઘટના બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ન્યૂ સનરાઈઝ બાળકો સ્કૂલના શિક્ષકો સાથે પિકનિક માટે હરણી લેક ઝોન ગયેલા હતા. એવામાં સાંજ 4:45 ના સમયે હરણીના મોટનાથ તળાવમાં બોટ પલટી ખાઈ જતા કરુણ ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં અનેક બાળકો અને શિક્ષકોના જીવ ગયા છે. પરંતુ સદનસીબે 18 બાળકો અને 2 શિક્ષિકાઓનો જીવ પણ બચી ગયા છે. પરંતુ દુર્ભાગ્યવશ 12 બાળકો અને 2 શિક્ષિકાઓનું દુઃખદ મૃત્યુ નીપજ્યા છે.

હર્ષ સંઘવી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ઘટના બનતાની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તંત્રને કડક સૂચના આપી દેવાઈ છે. મુખ્યમંત્રી દ્વારા મજબૂત FIR દાખલ કરવા સૂચના આપવામાં આવી છે. FIR માં કોઇ બચી ના શકે તેવી નોંધવા આદેશ આપવામાં આવ્યા છે. બાળકોના ગુનેગારોને કડકમાં કડક સજા થાય તે જરૂરી રહેલ છે. આ ઘટનામાં IPC 304, 308 અને 114 મુજબ FIR દાખલ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચમાં FIR દાખલ કરવામાં આવી છે. જેમાં બે આરોપીઓની તાત્કાલિક અટકાયત કરી દેવામાં આવી છે. પોલીસની 9 ટીમો આ મામલામાં તપાસમાં કામે લાગેલી છે. બીજા ફરાર આરોપીઓને પણ પકડી પાડવામાં આવશે,

તેની સાથે વધુમાં તેમણે કહ્યું કે, વડોદરાના જિલ્લા કલેક્ટરને તપાસ કરી 10 દિવસમાં રિપોર્ટ સરકારને સોંપવા આદેશ અપાયા છે. તપાસ કરવા કલેક્ટરને જે કાગળ આપવાની જરૂર હોય તે વિવિધ વિભાગોને સૂચના આપી દેવાઈ છે. આ ઘટના ખુબ દુઃખદ રહેલ છે. આ ઘટનામાં અનેક પરિવારજનોએ બાળકોને ગુમાવ્યા છે. તેના લીધે સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યંત ભાવુક થયા છે. બાળકોને ન્યાય મળવો જોઈએ તેવું CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટ જોડે લાગતા વળગતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. કોન્ટ્રાક્ટર નહીં બચે, તેની જવાબદારી રહેલ છે. ઈન્સ્પેક્શન કરવુ એ લાગતા વળગતા અધિકારીની જવાબદારી રહેલી છે. બોટ ચલાવનાર એજન્સીની ક્ષતિ પ્રાથમિક રીતે જોવા મળી રહી છે. લાઈફ ગાર્ડ માત્ર 10 લોકોને પહેરાવવામાંમાં આવ્યા હતા. વધુ લોકોને બેસાડવા, લાઈફ ગાર્ડ ન પહેરાવવા એ ગુનો રહેલ છે.