રાજ્યમાં છેલ્લા બે દિવસથી સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. તેના લીધે સમગ્ર રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તે કારણોસર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે અમદાવાદમાં બે દિવસ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં મધ રાત્રીથી ભારે વરસાદ જોવા મળ્યો છે. તેના લીધે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં મધ્યરાત્રીના શરૂ થયેલ વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. એવામાં ઘાટલોડિયા, રાણીપ, ચાંદલોડિયા, ગોતા સેટેલાઈટ વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. આ સિવાય જજીસ બંગલો અને શ્યામલ ચાર રસ્તા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં તમામ સ્થળો પર વરસાદ વરસી રહ્યો છે. જેમાં SG હાઈવે, વૈષ્ણોદેવી, તપોવન સર્કલ, નરોડા, નિકોલ અને બાપુનગરમાં હાલ વરસાદી માહોલ બનેલો છે. તેની સાથે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
તેની સાથે અમદાવાદમાં ભારે વરસાદના લીધે ગઈ કાલના કલેકટર ની સમીક્ષા બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જિલ્લામાં વરસાદની સ્થિતિ અને કામગીરીની સમીક્ષા કરાઈ હતી. જેમાં વિવિધ વિસ્તારમાં ભરાયેલ પાણી અને પાણીના કારણે લોકો પડેલ હાલાકીની માહિતી કલેક્ટર દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હતી. જ્યારે ભારે વરસાદના લીધે શહેરના નદી, નાળા ભરાઇ ગયા હતા. તેના લીધે કલેક્ટર દ્વારા નાગરિકોને અજાણી અને વધુ પાણી ભરાયેલી જગ્યા પર ન જવાની સૂચના અપાઈ હતી. તેના સિવાય રસ્તા પર સાચવીને વાહન ચલાવવાની હાકલ કરવામાં આવી હતી.