રાજ્યમાં ધીરે-ધીરે ચોમાસું બેસી ગયું છે. જ્યારે ગુજરાતના દરેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ બીજી આગાહી કરાઈ છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદી માહોલ બનવાનો છે. મહારાષ્ટ્રથી કેરળ સુધી ટ્રફ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી ફેલાઈ ગયું હતું.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, આજે રાજ્યના તમામ જીલ્લા માં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં વરસાદ વરસવાનો છે. અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં દાદરા નગર હવેલી, દમણ, વલસાડ અને નવસારીમાં વરસાદ વરસી શકે છે.
તેની સાથે હવામાન વિભાગે આવતીકાલના સુરત, તાપી, ડાંગ અને ભરૂચમાં વરસાદને લઈને આગાહી કરી છે. 16 જુલાઈના પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. વરસાદની તીવ્રતા વધવાની શક્યતા રહેલી છે. ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની શક્યતા છે. આ સિવાય પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ નું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.