AhmedabadGujaratMadhya Gujarat

તથ્ય પટેલને બચાવવા વકીલ ના અવનવા પેંતરા, જાણો હવે શું કર્યું

ઇસ્કોન બ્રિજ દુર્ઘટનામાં 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી તથ્ય પટેલ (Tathya patel)નો વકીલ હવે તેને બચાવવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યો છે. દલીલમાં વકીલે જણાવ્યું કે પોલીસે એકતરફી તપાસ હાથ ધરી છે.તથ્યને પણ માર મારવામાં આવ્યો હતો જેનો વિડીયો વાયરલ થયો છે પણ એ અંગે પોલીસે ફરિયાદ નોંધી નથી.

આ ઉપરાંત વકીલે સલમાન ખાન હિટ એન્ડ રન કેસ વિશે પણ જણાવ્યું હતું કે જો સલમાન ખાનને જામીન મળી જાય તો તથ્ય પટેલને કેમ જામીન નહી? પોલીસ વીડિયોના આધારે કેસની તપાસ કરી રહી છે. ચાર્જશીટમાં આ વીડિયોનો પણ ઉલ્લેખ છે. 141.27ની સ્પીડ માટે કોઈ ટેકનિકલ અભિપ્રાય નથી. વકીલે કહ્યું કે બેદરકારી બંને તરફ છે. ટ્રક અને થાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.

અકસ્માતના સ્થળે બેરિકેડીંગ કેમ ન કરાયું? એજન્સી પાસે આ વીડિયો સિવાય કોઈ પુરાવા નથી. પુલ પર કોઈ ઊભું રહી શકતું નથી. વીડિયોના આધારે એફએસએલ રિપોર્ટ આવ્યો છે.પોલીસ કર્મચારીઓના મોત પાછળ પણ પોલીસની બેદરકારી જવાબદાર છે. ડાયવર્ઝન કેમ ન અપાયું?

તથ્યના વકીલે સલમાન ખાનના અકસ્માતનો પણ હવાલો આપ્યો. વિસ્મય શાહ અકસ્માત કેસના ચુકાદાનો પણ તથ્યના વકીલ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે.તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં દર કલાકે 18 અકસ્માતો થાય છે. ઈસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે પણ કેન્સરની સારવાર માટે જામીન અરજી કરી હતી. જેમાં કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે.