GujaratJamnagarSaurashtra

જામનગરમાં હનુમાનજીના મંદિરમાં તોડફોડ, અજાણ્યો વ્યક્તિ મૂર્તિ તોડી થયો ફરાર

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. આજે આવી જ એક ઘટના જામનગરથી સામે આવી છે. જામનગર જિલ્લાના ધ્રોલ વિસ્તારથી ક્રાઈમની ઘટના સામે આવી છે. જામનગર જિલ્લાના ધ્રોલના મોચીબજારમાં આવેલ હનુમાનજીના મંદિરમાં આરોપીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેના લીધે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

જાણકારી મુજબ, ધ્રોલના મોચીબજારમાં આવેલ હનુમાનજીના મંદિરમાં તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મંદિરમાં તોડફોડના કારણે હનુમાનજીની મૂર્તિ ખંડિત થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. તેને લઈને લોકોમાં ભારે રોષ રહેલો છે.

બીજી તરફ ધ્રોલની મોચી બજારમાં રહેતા તેજશભાઈ મુકુંદરાય ફિચડિયા નામના સોની વેપારીએ ધ્રોલમા જ રહેતા આસિફ કાસમભાઈ બિનસીદીક સામે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે આ શખ્સ પોતાના વિસ્તારમાં રાત્રે બેફામ બન્યો હતો. જેણે વિસ્તારમાં છુટ્ટા પથ્થરોના ઘા ઝીંકી અને બે કટકે ગાળો ભાંડી હતી અને વેપારીની કારના કાચ તોડી નાખ્યાંની રાવ કરી હતી. ખાસ વાત એ છે કે આસિફ કાસમભાઈ બિનસીદીક નામના આરોપીએ જ મોચી બજારમાં આવેલ આ મંદિરની મૂર્તિ ખંડીત કરી તોડફોડ કર્યાના ધગધગતા આરોપ સાથે ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઈ છે. સાથે લોકોમાં વિરોધનો મધપૂડો છંછેડાયો છે.

જ્યારે ધ્રોલની મોચી બજારમાં રહેનાર તેજશભાઈ મુકુંદરાય ફિચડિયા નામના સોની વેપારી દ્વારા ધ્રોલમા જ રહેનાર આસિફ કાસમભાઈ બિનસીદીક સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, એક વ્યક્તિ પોતાના વિસ્તારમાં જ રાત્રીના સમયે બેફામ બની ગયો હતો. તેણે વિસ્તારમાં છુટ્ટા પથ્થરોના ઘા કરવાની સાથે ગાળો પણ બોલી હતી અને વેપારીના કારના કાચ તોડી નાખવાની વાત કરી હતી. તેની સાથે આસિફ કાસમભાઈ બિનસીદીક નામના આરોપી દ્વારા જ મોચી બજારમાં આવેલ આ મંદિરની મૂર્તિ ખંડીત કરી તોડફોડ કરી હોવાનો આરોપ ફરિયાદમાં કરી છે. તેના પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી આ મામલામાં તપાસ હાથ ધરી છે.