SaurashtraGujarat

કચ્છના મુન્દ્રામાં સ્ટીલ કંપનીમાં સર્જાઈ મોટી દુર્ઘટના, 25 ફૂટની ચેનલ પરથી કામદારો પટકાયા, એકનું મોત

કચ્છના મુન્દ્નાથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં સ્ટીલની કંપનીના કામ કરતા દુર્ઘટના સર્જાતા એક કામદારનું એક મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. કચ્છના મુન્દ્રા ના વડાલા પાસે આવેલી નીલકંઠ સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં નીલકંઠ સ્ટીલ કંપની માં કામદારો કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક ચેનલ તુટી જવાના લીધે 18 કામદારોથી વધુ નીચે પટકાયા હતા. તેના લીધે એક વ્યક્તિનું નીપજ્યું હતું જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, નીલકંઠ સ્ટીલ કંપનીમા આ દુર્ઘટના ઘટી હતી. જેમાં કામદારો કરી રહ્યા હતા. તે સમયે 25 ફૂટની ચેનલ પરથી કામદારો અચાનક પટકાયા હતા. આ દુર્ઘટનામાં 18 કામદારો ચેનલ પરથી પટકાયા હતા. તમામને ગંભીર ઈજાઓ પહોંચતા ગાંધીધામની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળતા મુન્દ્રા મરીન પોલીસનો કાફલો કંપનીમાં પહોંચી આ મામલામાં તપાસ હાથ ધરી હતી.

તેની સાથે પોલીસના કાફલા દ્વારા ઈજાગ્રસ્ત કામદારોની હોસ્પિટલમાં મુલાકાત લેવામાં આવી હતી. પ્રાથમિક જાણકારીમાં સામે આવ્યું છે કે, આ ઘટનામાં કેટલાક કામદારોની સ્થિતિ નાજુક રહેલી છે. તેના લીધે મૃત્યુ દર વધે તેવી શક્યતા રહેલી છે. હાલમાં કામદારોને સારવાર અર્થે ગાંધીધામ-આદિપુરની અલગ અલગ ત્રણ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.