GujaratAhmedabad

પુરુષોત્તમ રૂપાલાના વિવાદને લઈને માંધાતાસિંહે આપ્યું મોટું નિવેદન…

રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં હવે આ બાબતમાં મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રના અલગ-અલગ પંથક ના રાજવીઓ દ્વારા પ્રધાનમંત્રી મોદીને સમર્થન કરવામાં આવ્યું છે. જ્યારે રાજવી માંધાતાસિંહ દ્વારા પ્રધાનમંત્રી ને સમર્થન આપવા સાથે કહેવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રી મોદીના લીધે ભારતમાં સૂર્યોદય થયો છે. તેના લીધે 2024 ની ચૂંટણી સનાતન ધર્મ માટેની ચૂંટણી રહેલ છે.

તેની સાથે તેમને વધુમાં જણાવ્યું છે કે, ભારતના પ્રધાનમંત્રી મોદી 18 કલાક કામ કરે છે સાથે તે વસુધૈવ કુટુમ્બકમની ભાવનાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  આગળ વધી રહ્યા છે. તેના લીધે આપણે તમામે સાથે મળીને પ્રચંડ પ્રચાર કરવા સાથે મતદાન કરવાની જરૂરીયાત છે. વધુમાં તેમણે રૂપાલાના વિવાદ અંગે જણાવ્યું કે, સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે ટૂંક સમયમાં આ વિવાદ નું નિરાકરણ આવી જશે.

આ સિવાય માંધાતા સિંહ દ્વારા નિવેદન આપતા જણાવવામાં આવ્યું હતું કે, બધા સાથે મળીને પ્રચંડ પ્રચારની સાથે મતદાન કરીએ. અત્યારે સનાતન માટે સારો યુગ આવેલ છે. માંધાતા સિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અયોધ્યા, દ્વારકા અને અન્ય જગ્યાએ મંદિરનો વિકાસ થયેલ છે. જ્યારે રૂપાલાના વિરોધ અંગે માંધાતા સિંહે જણાવ્યું કે, સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. ટુંક સમયમાં વિવાદ નું નિરાકરણ આવી જશે. આ સાથે માંધાતા સિંહે કહ્યું કે, ક્ષત્રિય સમાજના ઉત્કર્ષ માટે મેં ઘણા વિચારો કરેલ છે.