ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસું બેસતું જોવા મળી રહ્યું છે. એવામાં ગુજરાતના 144 થી વધારે તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો છે. જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ગુજરાતમાં હજુ પણ ચોમાસું દક્ષિણ ગુજરાત તરફ વધ્યુ નથી. જ્યારે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ સિવાય ભરૂચ, સુરત, ડાંગ, નવસારી માં પણ ભારે વરસાદ વરસશે. જ્યારે વલસાડ, તાપી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. તેના લીધે માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં અટકી પડેલા વરસાદને ચિંતા લીધે વધી ગઈ છે. એવામાં આ જિલ્લાઓમાં વરસાદ વરસવાના સમાચાર સામે આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, મધ્ય રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર ગુજરાત પર મોન્સુન ટ્રફ, સાયક્લોનિક સરક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હોય તે સમયે અમદાવાદમાં સારો વરસાદ જોવા મળે છે. પરંતુ હાલમાં વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ ફંટાઈ જવાના લીધે કારણે વાદળો બંધાયા હોવા છતાં વરસાદ વરસી રહ્યો નથી.
હવામાન નિષ્ણાત ના જણાવ્યા મુજબ, ચોમાસાની સિસ્ટમ ફરી સક્રિય થયા બાદ 15-16 જુલાઈથી સારા વરસાદની શક્યતા રહેલી છે. ગત વર્ષે 12 જુલાઈ સુધી 154 મીમી વરસાદ વરસ્યો હતો. પરંતુ આ વખતે આ સમયગાળા દરમિયાન 143 મીમી વરસાદ વરસ્યો છે. ગયા વર્ષે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થવાના લીધે સારો વરસાદ રહ્યો હતો. એવામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ભેજના લીધે વાદળો બંધાયા છે. પરંતુ સિસ્ટમ નબળી પડતા અપેક્ષા અનુસાર વરસાદ વરસ્યો નથી.