GujaratAhmedabad

અમદાવાદના ઘોડાસરમાં પિતા-પુત્ર પર 10 થી વધુ બુટલેગરો કર્યો જીવલેણ હુમલો

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુનેગારો જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. એવામાં આજે અમદાવાદમાં ભાજપના નેતા અને તેના પિતા પર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના ઘોડાસર ભાજપ નેતા અને તેના પિતા પર 10 થી વધુ આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે.

જાણકારી અનુસાર, અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં લક્ષ્મી કોલોનીમાં રહેનાર 41 વર્ષના દર્શન મિસ્ત્રી ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી રહેલા છે. દર્શન મિસ્ત્રી અને તેના 71 વર્ષના પિતા હિંમતલાલ મિસ્ત્રી અને તેમના ભત્રીજા પર બુટલેગર સહિત 10 થી વધુ આરોપીઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત થયેલા ત્રણેયને સારવાર અર્થે એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, અગાઉની અદાવતમાં બુટલેગર અને તેના સાગરિતો સહિત 10 થી વધુ આરોપીઓ દ્વારા આજે સવારે આ ભાજપ નેતા સહિત ત્રણ લોકો પર ખુલ્લી તલવારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો અને આતંક મચાવવામાં આવ્યો હતો. એવામાં શાસક ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભાજપ નેતાઓ પણ બુટલેગરોથી હવે સલામત નથી.