GujaratAhmedabad

પુરુશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની ફરી માફી માંગતા જણાવ્યું કે….

પુરુશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપવામાં આવેલ નિવેદન લઈને તેમનો રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા સતત તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં હવે પુરુશોત્તમ રૂપાલાના વિરોધને શાંત પાડવા માટે ગોંડલમાં એક બેઠક કરવામાં આવી હતી. ગોંડલના સેમળામાં ક્ષત્રિય સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા હાજરી આપવામાં આવી હતા. ક્ષત્રિય સમાજનું અપમાન કરવાના મુદ્દે સમાધાન કરવા માટે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આ બેઠકમાં રૂપાલાએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન જયરાજસિંહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, રૂપાલા દ્વરા માફી માગી છે. આપણા દ્વારા તેમને માફી આપવી જોઈએ.

તેની સાથે આ બેઠકમાં પુરુશોત્તમ રૂપાલા દ્વારા માફી માગતા જણાવવામાં આવ્યું હતું કે, મને એવો રંજ છે કે, મારી જીભથી આવું બોલાઈ ગયેલ છે. હું બે હાથ જોડી દરેકની માફી માગું છું. મારા જીવનમાં કોઈ નિવેદન આપ્યું હોય અને તેને પરત ખેચ્યું હોય તેવો કોઈ રેકોર્ડ નથી. મેં પહેલાથી જ માફી માગી છે, આ મારી ક્ષતિ છે અને હું જ જવાબદાર રહેલ છું. આ આયોજનના કરવા બદલ હું જયરાજસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કરું છું.

તેની સાથે જયરાજસિંહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પુરુશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે આપવામાં આવેલ નિવેદન યોગ્ય પરત નથી. પરંતુ તેઓએ માફી માંગી છે તો આપણે પણ માફી આપવી જોઈએ. ભૂતકાળમાં અનેક લોકોને માફી અપાઈ છે એવામાં પરસોત્તમ રૂપાલાને પણ માફી આપવી જોઈએ.

જ્યારે આ બેઠકની વાત કરવામાં આવ તો ગોંડલ ખાતે મળેલ આ બેઠકમાં જયરાજસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા, કેસરીદેવસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા અને  રાજકોટ ભાજપના ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજાની સાથે રાજકોટ શહેર જિલ્લાના ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. તેની સાથે કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.