GujaratAhmedabad

ચાંદખેડામાં પાનનો ગલ્લો ચલાવવા બાબતે વેપારી પર જાહેરમાં હુમલાની ઘટનામાં પોલીસની કાર્યવાહી, ચારની ધરપકડ

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુના ઓ આચરતા રહે છે. જ્યારે આવી જ એક બાબત અમદાવાદમાં ઘટી હતી. જેમાં એક ને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટેરા નજીક એક યુવકને જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. ત્યાર બાદ આ ઘટનાને ધ્યાનમાં લેતા ચાંદખેડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી ગુનામાં સામેલ રાજુ રબારી, સંજય રબારી, હર્ષ રબારી અને અપ્પુ રબારી આ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ, પાનનો ગલ્લો ચલાવવાની બાબતમાં આ મારામારી કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે.

ઘટનાને લઈને જણાવી દઈએ કે, ધરપકડ કરવામાં આવેલા આ ચાર આરોપીઓ દ્વારા ભેગા મળીને મંગળવારના 16 જુલાઈના રોજ સવારના સમયે ચાંદખેડા વિસ્તારમાં મોટેરા હાઇવે પર એક વેપારી યુવકને પાઇપ અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. ત્યાર બાદ આ ઘટનાને ધ્યાનમાં લેતા ચાંદખેડા પોલીસ દ્વારા વેપારી યુવક ઈશ્વર ચૌધરી ની ફરિયાદ દાખલ કરી આરોપીઓની તપાસ શરૂ કરી હતી. જેમાં ગુનામાં સામેલ આ ચારે આરોપીઓ ને પોલિસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસની તપાસમાં જાણકારી સામે આવી છે કે, આ ગુનામાં સામેલ એક આરોપીનો ફરિયાદી ઈશ્વર ચૌધરીનો બાજુમાં જ પાનનો ગલ્લો રહેલો હતો. પાનનો ગલ્લો આજુબાજુમાં ચાલી રહ્યો હતો. તેના લીધે રોજીંદી આવકમાં આરોપીને ઘટાડો થઈ રહ્યો હતો અને તેના લીધે ઈશ્વર ચૌધરી ને આરોપી દ્વારા પોતે ગલ્લા પર જે સામાન વેચે છે તે ન વેચીને અલગ અલગ સામાન વેચવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ ઈશ્વર ચૌધરી દ્વારા પોતાના ગલ્લા પર તમામ સામાન વેચવાનું ચાલુ રાખતા આરોપીની આવકમાં ઘટાડો થતાં તેના દ્વારા ઈશ્વર ચૌધરી પર હુમલો કરવામાં આવ્યો હતો.

તેની સાથે પાનનો ગલ્લો ચલાવવાની અદાવતમાં સમગ્ર ઘટના બની હતી. પરંતુ આરોપીઓ દ્વારા જાહેરમાં જે રીતે માર મારવામાં આવ્યો અને જે રીતનો વિડિયો સામે આવ્યો તેની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી તેઓની વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.