ગુજરાતમાં સમૃદ્ધ સમાજ તરીકે પ્રસ્થાપિત એવા પાટીદાર સમાજે એક અનોખી પહેલ કરી છે. ગુજરાતમાં પહેલીવાર લેઉઆ અને કડવા પાટીદાર સમાજ દ્વારા લગ્નનું ખૂબ મોટુ આયોજન કરવામાં આવ્યું છે. જયાં દીકરીઓ તેમની પસંદગીથી પોતાના જીવનસાથી નક્કી કરશે. જેને પાટીદાર સમાજે સીતા સ્વયંવરનું નામ આપ્યું છે. જેમાં એક સાથે 200 જેટલી પાટીદાર કન્યાઓ તેમના જીવનસાથીની પસંદગી કરશે.
ઉલ્લેખનીય છે કે, 15 અને 16 એપ્રિલના રોજ અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા વિસનગર ખાતે ‘સીતા સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા કડવા-લેઉઆ પાટીદાર સમાજની 200 કન્યાઓ 500 મુરતિયામાંથી પોતાના જીવનસાથીની પસંદગી કરશે. 18મીએ વિસનગર તાલુકામાં જ લગ્ન સમારંભ યોજાશે.પાટીદાર સમાજ દ્વારા ગુજરાતમાં આવું પહેલીવાર આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં 22 રાજ્યોમાંથી 4000 જેટલા પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે. સાથે જ કુર્મી બિઝનેસ સમિટ અને રાષ્ટ્રીય મહાઅધિવેશન પણ યોજાશે. 18મી એ સાંકળચંદ યુનિવર્સિટીમાં લગ્ન સમારંભ યોજાશે. તમામ લોકોના રહેવાની વ્યવસ્થા વિસનગર તેમજ આજુબાજુના વિસ્તારોમાં વસતા પાટીદારોના ઘરોમાં જ કરાઈ છે. કુર્મી પાટીદાર મહાસભા દ્વારા આયોજિત આ સીતા સ્વયંવર એ ગુજરાતમાં પહેલો અને દેશમાં બીજો સ્વયંવર છે. વિસનગરના 4000થી પણ વધુ સ્વંયસેવકોને આ કાર્યક્રમના આયોજનની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: ત્રણ વાહનો વચ્ચે સર્જાયો ભયંકર અને દર્દનાક અકસ્માત
આ પણ વાંચો: વાપીમાં સ્કૂલ બસે બાઈકને અડફટે લેતા બે ભાઈઓના કરૂણ મોત, પરિવારજનોમાં શોકનું મોંજુ છવાયું
આ પણ વાંચો: ગુજરાતમાં પહેલીવાર યોજાશે સ્વયંવર, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત
નોંધનીય છે કે, કુર્મી પાટીદાર મહાસભા દ્વારા આયોજિત આ સ્વયંવરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રીઓ અને પાટીદાર સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. આ સ્વયંવર બે દિવસ સુધી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં યોજાશે.જ્યાં તમામ યુવતીઓને એક હોલમાં બેસાડાશે. અને યુવકો વારા ફરથી આવીને તેમનો પરિચય આપશે. હિન્દી સહિત બીજી ભાષાઓમાં પણ વિગતો આપવામાં આવશે અને એ માટે અનુવાદકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એક યુવતી 3 યુવકોને મળી શકે છે. બાદમાં તેને જે પસંદ આવશે તેની સાથે મળવા માટે તેને અલગથી સમય આપવામાં આવશે.