ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને મોટી જાણકારી સામે આવી છે. બોર્ડની આ પરીક્ષાના ચકાસણીની કામગીરી સમાપ્ત થઈ ગઈ છે. બોર્ડ દ્વારા આવતીકાલ ના ધોરણ-12 નું પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ વિદ્યાર્થીઓ આવતીકાલના જોઈ શકશે. બોર્ડની વેબસાઈટ પર સવાર ના નવ વાગ્યાથી વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે.
તમને જણાવી દઈએ કે, માર્ચ મહિનામાં માં યોજાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને GUJCET- 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ગઈ કાલના સવારના નવ વાગે જાહેર કરાશે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાના બેઠક ક્રમાંક ભરીને જોઈ શકશે.
આ પણ વાંચો: તું છૂટાછેડા લઈલે આપણે લગ્ન કરી લઈશું કહીને યુવકે આચર્યું દુષ્કર્મ
તેની સાથે વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક નાખીને પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R શાળાવાર મોકલવા અંગેની જાણ પછી કરવામાં આવશે.
આ સિવાય પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી દેવામાં આવશે. આ બાબતમાં સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: પતિનું અવસાન થયું, પત્નીએ હિંમત ન હારી, ખેતી શરૂ કરી અને 30 લાખની કમાણી કરી