GujaratMadhya Gujarat

આપઘાત કરવા જઈએ છીએ તેવું દીકરીને કહીને દંપતી ઘરેથી નીકળી ગયું

આજકાલ યુવાનો ભણતરના પ્રેશરમાં આવીને ઘણી વખત હિંમત હારી જતા હોય છે ને ના કરવાનું કરી બેસતા હોય છે. જેના કારણે યુવાનોના આપઘાતના કિસ્સાઓ સમગ્ર દેશમાં સતત વધી રહ્યા છે. જ્યારે આજે આવી જ એક ઘટના વડોદરાથી સામે આવી છે.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક દંપતી આત્મહત્યા કરવામાં જઈએ છીએ તેમ કહીને ઘરેથી ચાલી ગયું હતું. તે બાબતમાં 16 વર્ષની દીકરી દ્વારા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે બાબતમાં કારેલીબાગ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરતા થોડા જ સમયમાં આ દંપતિને શોધી કાઢ્યા હતા અને દીકરીને તેના માતા-પિતા સાથે ભેટ કરાવી દીધી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના કારેલીબાગમાં રહેનાર પતિ-પત્નીનો ઘરમાં ઝઘડો થયો હતો. જ્યારે ઝઘડા એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેવામાં આવ્યું હતું. તેના લીધે પતિ-પત્ની દ્વારા 16 વર્ષની દીકરી ને કહેવામાં આવ્યું હતું કે, અમે આત્મહત્યા કરવા માટે જઈ રહ્યા રહ્યા છીએ આ ઘરનું ધ્યાન રાખજે. આ કારણોસર પતિ-પત્ની ઘરેથી ચાલી ગયા હતા. તેના લીધે દીકરી ભયભીત થઈ ગઈ હતી. તે કારણોસર કારેલીબાગ પોલીસ સ્ટેશન આ દીકરી પહોંચી ગઈ હતી અને તેના માતા-પિતા આત્મહત્યા કરવા ગયા છે, તેમ જણાવતા પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

તેના લીધે પી આઇ સી. આર. જાદવ, સેકન્ડ પીઆઇ એ. એમ. ઠાકોર અને તેમની ટીમ દ્વારા આ દંપતીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગણતરીના કલાકોમાં પતિ-પત્ની ને શોધી કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ બંને ને કારેલીબાગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસ દ્વારા દંપતીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને બાળકો નું સારી રીતે ધ્યાન રાખવા માટે સમજાવવામાં આવ્યા હતા અને માતા-પિતા સામે બાળકીની ભેટ કરાવી હતી.