×
Advertisement
AhmedabadGujarat

બોટાદના તળાવમાં ન્હાવા પડેલા પાંચ યુવાનોના ડૂબવાથી કરુણ મોત

બોટાદથી એક દુઃખદ ઘટના સામે આવી છે. બોટાદ શહેરના કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા પડેલા પાંચ યુવાનોના ડૂબવાથી કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, બે યુવાનો તળાવમાં ન્હાવા માટે પડ્યા અને તે અચાનક ડૂબવા લાગ્યા હતા. એવામાં તેમને બચાવવા ગયેલા ત્રણ યુવાનો પણ તેમની સાથે ડૂબી જતા પાંચેય યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણકારી થતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા.

ઘટનાની જાણકારી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. આ સિવાય ફાયરવિભાગની ટીમ પણ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળ પર આવી ગઈ હતી. તેમનાં દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. થોડા કલાકોની જહેમત બાદ પાંચેય યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ તમામ મૃતકો બોટાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સિવાય તમામ મૃતદેહોને બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યા છ

આ પણ વાંચો: 25 વર્ષીય પતિનું હાર્ટએટેકથી મોત: આઘાત સહન ન કરી શકતા પત્નીએ પણ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

આ પણ વાંચો: બોટાદથી ફરી સામે આવી દુઃખદ ઘટના, એકના એક પુત્રનું મોત થતા પિતાને આવ્યો હાર્ટ એટેક

આ ઘટનામાં ભોગ બનનારની વાત કરવામાં આવે તો આ યુવાનો બોટાદ શહેરના મહંમદ નગર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણકારી મળતા એસપી સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. જ્યારે આ ઘટનાથી સમગ્રમાં ગામમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.

આ ઘટનામાં અહેમદ ઉર્ફે ભાવેશ વઢવાણિયા, અશરફ ઉર્ફે રુમિત વઢવાણિયા, જુનેદ અલ્તાફભાઈ કાજી, અસદ આરીફ ખંભાતી, ફૈઝાન નાઝીરભાઈ ગાંજા નામના યુવાનોનું કરુણ મોત નીપજ્યું છે.