રાજ્યમાં છેલ્લા થોડા દિવસો ના વિરામ બાદ ફરી ભારે વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં હજુ પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે આ બાબતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા કેટલાક વિસ્તારોમાં 1 થી 3 ઈંચ વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી વરસાદ રહેવાનો છે. તેની સાથે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તો નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેવાની છે.
તેની સાથે વધુમાં અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ ગુજરાતના સુરત, આહવા, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર માં ભાવનગર, અમરેલી, બોટાદમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. તે સિવાય જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છમાં પણ ભારે વરસાદ જોવા મળવાનો છે.
આ સિવાય અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પછી મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે મધ્ય ગુજરાતના વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ અને જંબુસરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે પંચમહાલ, દાહોદ, લીમખેડા અને સાબરકાંઠા માં ભારે વરસાદ જોવા મળવાનો છે.