GujaratAhmedabad

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને કરી મોટી આગાહી….

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામા વરસાદી માહોલ સારો જોવા મળ્યો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 17 થી 18 ઓગસ્ટના અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય બની છે તેના લીધે 17 થી 21 ઓગસ્ટ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 1 થી 3 ઈંચ સુધી વરસાદ વરસવાની શક્યતા છે. જ્યારે 22 થી 30 ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જવાની આગાહી પણ તેમને કરી છે. તેના લીધે 22 તારીખ પછી ગુજરાતમાં સારો વરસાદ જોવા મળવાનો છે.

હવામાન વિભાગ દ્વારા તેની સાથે રાજ્યમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે બે દિવસમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટતા વરસાદનું જોર ઘટશે.

તેની સાથે ગુજરાત પર એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાની છે તેના લીધે બે દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ યેલો એલર્ટ જાહેર કર્યું છે. તેમ છતાં બે દિવસ બાદ સિસ્ટમ નબળી થયા બાદ રાજ્યમાં હળવો વરસાદ જોવા મળશે. તેની સાથે આગામી સાત દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદથી રહેવાની શક્યતા છે.

આ સિવાય ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 12 કલાકમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. તેની સાથે મહેસાણા, બેચરાજી, સાબરકાંઠા, ખેડબ્રમ્હા અને અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે. જ્યારે આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ જોવા મળશે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદ રહેશે.