GujaratAhmedabad

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને કરી મોટી આગાહી

ગુજરાતમાં ચોમાસું ધીરે-ધીરે બેસી ગયું છે. 15 જુલાઈથી ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર જોવા મળ્યો છે. સોમવારના 14 ઈંચ વરસાદથી ઉમરપાડામાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. એવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે, 16 થી 20 જુલાઇ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની વરસવાની શક્યતા છે. જેમાં અમુક જિલ્લામાં અતિભારે વરસાદ જોવા મળશે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 16 થી 20 જુલાઈ સુધી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં 15 ઈંચ વરસાદ વરસે તેવી આગાહી કરવામા આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગાહી ભારેથી અતિભારે વરસાદની કરી છે. જ્યારે 16 થી 18 જુલાઈ સુધી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને ત્યાર બાદ 20 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

પરેશ ગોસ્વામી દ્વારા વધુમાં જણાવ્યું છે કે, સુરત, વલસાડ, નવસારી, ડાંગ માં ભારે વરસાદ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા ગીર-સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને અમરેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. મધ્ય ગુજરાતની સાથે અમદાવાદ, ગાંધીનગર અને આણંદમાં પણ અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ સિઝનનો સૌથી મોટો અને સારો રાઉન્ડ 16 જુલાઈથી એટલે આજથી શરુ થાય તેવી શક્યતા છે.