પતિ પત્ની વચ્ચે ઝઘડો થવા એ સામાન્ય બાબત છે. પરંતુ ઘણી વખત આ ઝઘડાઓ મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે. આવું જ કંઈક અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં સામે આવ્યું છે. જ્યાં પતિ પોતાની પત્નીને કો બીક સાથે ફોન પર વાત કરતા જોઈ ગયો હતો. અને ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે દરમિયાન પત્નીએ તપાવેલો પદાર્થ પોતાના પતિ નાંખી દીધી હતો. પત્નીએ તેના પતિને કહ્યું કે, હું ગમે તે વ્યક્તિ સાથે વાત કરું તમારે શું લેવા દેવા? અને પછી ખરાબ ગાળો બોલીને કહ્યું કે, તું જો ખરેખર મર્દ હોય તો જા તેની સાથે લડવા જા.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ગોમતીપુર વિસ્તારમાં વસવાટ કરતા એક આધેડે પોતાની જ પત્નીની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને તેના માતા ગતરોજ રાત્રીના 12 વાગ્યાની આસપાસના સમયે ઘરે હાજર હતા. તે દરમિયાન ફરિયાદીની પત્ની કોઇ બીજી વ્યક્તિ સાથે ફોન પર વાતચીત કરી રહી હતી. જેથી ફરિયાદીએ આ મામલે તેની પત્નીને કહ્યું કે તું કોની સાથે વાત કરી રહી છે ત્યારે તો પત્નીએ વળતો જવાબ આપ્યો કે હું ગમે તેની જોડે વાત કરું તમારે શું લેવા દેવા. અને બાદમાં પત્ની તેના પતિ સાથે ઝઘડો કરવા લાગી તેમજ ગંદી ગાળો બોલવા લાગી હતી.
નોંધનીય છે કે, ઝઘડો કરતી વખતે મહિલા તેના પતિ પર ખૂબ ગુસ્સે થઈ અને તેણે કહ્યું હતું કે જો તું ખરેખર મર્દ હોય તો જા તેની સાથે લડવા માટે જા. ત્યારપછી ફરિયાદી ઘરની બહારની બાજઉં બેઠા હતાં ત્યારે તેમની પત્ની ક્યાંકથી પ્લાસ્ટીકના ડબ્બામાં કોઇ તપાવેલો પદાર્થ (દ્રવ્ય જેવો) લઇને આવી અને અચાનક જ ફરિયાદીના બરડાના ભાગે નાંખી દીધો હતો. જોકે, ફરિયાદીને એકદમ બળતરા થતાં તેઓ તાત્કાલિક અસરથી એલ.જી હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોચ્યા હતાં. જ્યાં સારવાર લઈને તેમણે આ સમગ્ર મામલાની જાણ પોલીસને કરીને ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.