AhmedabadGujarat

વિધિના નામે તાંત્રિકે બંધ રૂમમાં મહિલાના કપડાં….

ટૂંક સમયમાં સરળતાથી વધુ પૈસા કમાઈ લેવાની લાલચમાં માણસ ગમે તે હદ સુધી જતો હોય છે. ને પછી તે ઘણીવખત મુશ્કેલીમાં પણ મુકાઈ જતો હોય છે. આવું જ કંઈક વડોદરા શહેરમાં સાંવ આવ્યું છે. વડોદરાની એક મહિલાએ ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવવા માટે ભાવનગરના એક તાંત્રિકનો સંપટક સાધ્યો હતો. ત્યારે તાંત્રિકે વિધિના નામે આ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. હાલ તો મહિલાએ આ સમગ્ર મામલે વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ આચરનાર તાંત્રિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વસવાટ કરતી એક મહિલાના 2 વાર લગ્ન થયેલા છે. પ્રથમ પતિથી મહિલાને બે સંતાનો પણ થયા હતા. પ્રથમ પતિના લગ્નેતર સંબંધ હોવાના કારણે તેમજ બીજા પતિને દારૂની લત હોવાના કારણે મહિલાના બે વખત છુટાછેડા થયા હતા. આ મહિલા તેના પિતાના એક મિત્ર મરફતે ભાવનગર જિલ્લાના કોઈ તાંત્રિક કશ્યપ ઉર્ફે બાપુ હસમુખભાઈ રામાનુજના સંપર્કમાં આવી હતી.તાંત્રિકે મહિલા સાથે વાતચીત કરી તે દરમીયાન મહિલાને એક સારી નોકરી તેમજ બ્યુટી પાર્લર શરૂ કરાવી આપવાની લાલચ આપી હતી. આ માટે તાંત્રિકે એક વિધિ કરાવવા માટે કહ્યુ હતું. ત્યારે મહિલા આ તાંત્રિકને તેના ધર્મના ભાઈના ઘરે વિધિ કરાવવા માટે લઈ ગઈ હતી. જ્યાં તાંત્રિક બીજા એક રૂમમાં લઈ ગયો હતો. અને બાદમાં તાંત્રિકે સિગરેટ સળગાવીને ચલાઈ વિધિ દરમિયાન મહિલાને કહ્યું કે, તમને થોડું નડતર હોય તેવું દેખાઈ રહ્યું છે માટે તમારે તમારા વસ્ત્ર કાઢવા પડશે. મહિલાએ પૂછ્યું હતું કે, કપડા કાઢવા પડે એ તો કેવી વિધિ? આ પછી તંત્રીકે જબરજસ્તી કરીને મહિલા સાથે સંબંધ બાંધ્યો હતો. જે પછી તાંત્રિકે મહિલાને કહ્યું કે, આપણી વચ્ચે શારીરિક સબંધ બંધાઈ ગયો એટલે હવે આપણે પતિ પત્ની થઈ ગયા. હું મારા માતા-પિતાને આ વાતની જાણ કરી લઉં પછી તમે ભાવનગર આવજો. આ પછી તાંત્રિકે અનેકવાર મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બંને પતિ પત્નીની જેમ રહેવા લાગ્યા હતા. આ બાદ તાંત્રિક મહિલાને છોડીને ભાગી ગયો હતો.

તમને જણાવી દઈએ કે, હાલ તો મહિલાએ આ સમગ્ર વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનમાં તાંત્રિક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે હાલ તો મહિલાની ફરિયાદના આધારે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Related Articles