Varsad Aagahi: ઓગસ્ટ મહિનો કોરો ધાકડ જાય છે પણ ગુજરાતમાં કાલથી વરસાદનું જોર વધશે

ગુજરાતમાં જૂન-જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે, જોકે ઓગસ્ટ મહિનામાં સમગ્ર રાજ્યમાં ક્યાય સારો વરસાદ નથી પડ્યો. સર્વત્ર છૂટાછવાયા ઝાપટા પડ્યા છે. જોકે હવે આવતીકાલથી વરસાદનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાવાને કારણે આવતીકાલથી વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આવતીકાલથી વરસાદની ગતિ થોડી વધશે હવામાન વિભાગના નિર્દેશક મનોરમા મોહંતીએ જણાવ્યું કે આજે કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. આવતીકાલથી વરસાદી ગતિવિધિઓમાં થોડો વધારો થવાની સંભાવના છે, જ્યારે 20 ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં વરસાદની અપેક્ષા છે.

જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે દક્ષિણના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
- 30 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા:અભિનેત્રીની છેલ્લી પોસ્ટ વાયરલ થઈ
- સુરતમાં ઉદ્યોગપતિની પત્નીએ જીવન ટુંકાવ્યું, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા
- 2 દિવસ પછી મંગળ નક્ષત્ર બદલશે, આ 3 રાશિઓ માટે સારો સમય આવી રહ્યો છે
- હોર્મુઝમાં ભારત આવી રહેલા જહાજ પર IRGCનો હુમલો, કબજે કરીને ઈરાન લઈ ગયા
- કુલર જીવલેણ બનતાં એક માણસનું મોત,ઘરે કુલર ચલાવતી વખતે આ ભૂલ ન કરો
20 ઓગસ્ટના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલે (Ambalal Patel) પણ રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી છે, વરસાદ લાવી શકે છે. રાજ્યમાં 19 થી 21 ઓગસ્ટ દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. ઓગસ્ટ માસમાં વરસાદ ખેંચાયો હોવાથી ખેડૂતો ચિંતિત છે.