વિદેશીની ધરતી પર વધુ એક ભારતીયની હત્યાનો મામલો સામે આવ્યો છે. યુગાન્ડાનાં કમ્પાલામાં ઉત્તમ ભંડારી નામના યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની જાણકારી સામે આવી છે. કમ્પાલાના સંસદીય એવન્યુમાં ભારતીય નાગરિક પર અંધાધૂન ફાયરિંગ કરવામાં આવતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. તેમ છતાં ફાયરિંગની સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ ગઈ હતી.
કમ્પાલાના સંસદીય એવન્યુમાં આરોપી દ્વારા અચાનક ફાયરીંગ કરવામાં આવતા ઉત્તમ ભંડારીનો ઘટનાસ્થળ પર જ જીવ ચાલ્યો ગયો હતો. ફાયરિંગ કરનાર પોલીસકર્મી હોવાની જાણકારી સામે આવી છે. ઘટનાના લીધે કમ્પાલા સહિતના યુગાન્ડાના વિસ્તારોમાં રહેનાર ભારતીય લોકોમાં ભારે રોષ રહેલો છે. હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
આ પણ વાંચો: બોટાદથી ફરી સામે આવી દુઃખદ ઘટના, એકના એક પુત્રનું મોત થતા પિતાને આવ્યો હાર્ટ એટેક
તેની સાથે આ અગાઉ ભાવનગરના Dysp પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. કેમ કે તેમના દીકરાનું કેનાડામાં મોત નીપજ્યું હોવાની જાણકારી થોડા દિવસ પહેલા આવી હતી. ભાવનગરના સિદસર ગામનું આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવેલ યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે પાંચ મેના રોજ અચાનક ગુમ થઈ ગયો હતો. એવામાં ગુમ થયેલા આયુષ ડાખરાની લાશ થોડા દિવસ બાદ મળી આવી હતી. એવામાં હવે યુગાન્ડાનાં કમ્પાલામાં ઉત્તમ ભંડારી નામના યુવકના મોતના સમાચાર સામે આવ્યા છે.