AhmedabadBjpGujaratPolitics

લોકસભાની ચૂંટણીને લઈને પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ મોટું નિવેદન

ગુજરાતમાં  2024 ની લોકસભાની ચુંટણી પહેલા જ ભાજપ સક્રિય થયું છે. ભાજપ દ્વારા સતત તેને લઈને નિવેદનો આપવામાં આવી રહ્યા છે. એવામાં લોકસભાની ચૂંટણીને લઈને નીતિન પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.  તેમને જણાવ્યું છે કે, આગામી લોકસભામાં ફરીથી 26 માંથી 26 સીટ માં ભાજપનો ભવ્ય વિજય થવાનો છે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં આજે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક રાખવામાં આવી હતી. અમદાવાદના ટાગોર હોલમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં આ બેઠક યોજાય છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વિનોદ તાવડે પણ હાજર રહ્યા હતા. જ્યારે સી આર પાટીલ દ્વારા કારોબારી બેઠકની શરૂઆત કરાવવામાં આવી હતી. આ બેઠકમાં પહેલા પ્રધાનમંત્રી મોદીના મનકી બાત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: બાપે કર્યું શેતાન જેવું કાર્ય, સગાઈ કરેલી દીકરીને સાંકળથી બાંધીને ઘરમાં પુરી રાખી

આ પણ વાંચો: ચોર ની ચિઠ્ઠી વાયરલ: એવું સપનું આવ્યું કે 9 વર્ષ પછી મંદિરમાંથી ચોરેલા ઘરેણા પરત કર્યા

આ દરમિયાન પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, આ ખૂબ મહત્વની બેઠક રહેલ છે. સરકાર દ્વારા કરવામાં આવેલ કામો કઈ રીતે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે તે માટે ની આ ચર્ચા બેઠકમાં કરવામાં આવશે. આ બેઠકમાં તમામ સાંસદો, ધારાસભ્યો અને સભ્યો હાજર રહ્યા હતા.

તેની સાથે લોકસભાની ચૂંટણી અંગે નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી લોકસભામાં ફરીથી 26 માંથી 26 સીટમાં ભાજપનો ભવ્ય જીત થશે. આ સિવાય બાગેશ્વર ધામ ના મુદ્દે તેમણે જણાવ્યું કે, બાબા બાગેશ્વરને મેં ટીવીના માધ્યમ દ્વારા અનેક વખત જોયેલા છે. બાગેશ્વર મુદ્દે પરિચય રહેલો છે, આ મુદ્દે મને કોઈ રસ રહેલ નથી.