Varsad Aagahi: ઓગસ્ટ મહિનો કોરો ધાકડ જાય છે પણ ગુજરાતમાં કાલથી વરસાદનું જોર વધશે
ગુજરાતમાં જૂન-જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે, જોકે ઓગસ્ટ મહિનામાં સમગ્ર રાજ્યમાં ક્યાય સારો વરસાદ નથી પડ્યો. સર્વત્ર છૂટાછવાયા ઝાપટા પડ્યા છે. જોકે હવે આવતીકાલથી વરસાદનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાવાને કારણે આવતીકાલથી વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આવતીકાલથી વરસાદની ગતિ થોડી વધશે હવામાન વિભાગના નિર્દેશક મનોરમા મોહંતીએ જણાવ્યું કે આજે કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. આવતીકાલથી વરસાદી ગતિવિધિઓમાં થોડો વધારો થવાની સંભાવના છે, જ્યારે 20 ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં વરસાદની અપેક્ષા છે.
જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે દક્ષિણના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
- વડોદરામાં TVS ના શો રૂમમાં લાગી ભયંકર આગ, 250 વાહનો બળીને થયા ખાખ
- રાજકોટમાં એક વ્યક્તિએ મહિલાને માર્યા લાફા, ભાગીદારીના મામલામાં કરી લાફાવાળી….
- હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં કેવો રહેશે વરસાદ…
- ગુજરાતમાં ભારે વરસાદથી લાચર બનેલા જગતના તાત માટે આવ્યા સારા સમાચાર
- જામનગરના મેળામાં રાઈડ સંચાલકોએ અનાથ બાળકોને મફત રાઈડ્સ અને ભાવતા ભોજનની કરાવી મોજ
20 ઓગસ્ટના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલે (Ambalal Patel) પણ રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી છે, વરસાદ લાવી શકે છે. રાજ્યમાં 19 થી 21 ઓગસ્ટ દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. ઓગસ્ટ માસમાં વરસાદ ખેંચાયો હોવાથી ખેડૂતો ચિંતિત છે.