GujaratAhmedabad

જામનગરમાં કેમ રાખવામાં આવ્યું દીકરાનું પ્રિ વેડિંગ ફંકશન, નીતા અંબાણીએ વિડીયો જાહેર કરી કારણ જણાવ્યું….

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ગુજરાતના જામનગરમાં યોજવામાં આવ્યું છે. એવામાં નીતા અંબાણી દ્વારા એક વીડિયો જાહેર કરીને અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની થીમ શું છે તેને લઈને જણાવવામાં આવ્યું છે. બોલિવુડ સ્ટાર્સ, બિઝનેસમેનો સહિતના મહેનમાનોની એરપોર્ટ પર અવર જવર જોવા મળી છે. અંબાણી પરીવારના પુત્રના આ ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગમાં દેશ-વિદેશની પ્રખ્યાત હસ્તીઓ દ્વારા હાજરી આપવામાં આવી રહી છે. એવામાં નીતા અંબાણી દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. તેમાં તેમના દ્વારા આ ઉજવણીની મુખ્ય થીમ જાહેર કરવામાં આવી છે. તેની સાથે તે પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પ્રિ-વેડિંગ ફંક્શન માટે જામનગરની પસંદગી કેમ કરવામાં આવી છે?

નીતા અંબાણી દ્વારા વિડીયોમાં જણાવવામાં આવ્યું છે કે, આ ફેસ્ટિવલની મુખ્ય થીમ ‘કલા અને સંસ્કૃતિ’ રહેલ છે. નીતા અંબાણીએ તે પણ જણાવ્યું છે કે, તેમને શરૂઆતથી જ કલા અને સંસ્કૃતિ પ્રત્યે ઊંડો લગાવ રહેલો છે. એવામાં અનંત રાધિકા સાથે તેમના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે તેના માટે ત્રણ દિવસના કાર્યક્રમની થીમ તરીકે ‘કલા અને સંસ્કૃતિ’ પસંદ કરવામાં આવી છે.

તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “જ્યારે મારા સૌથી નાના પુત્ર અનંતના લગ્ન રાધિકા સાથે થઈ રહ્યા છે, ત્યારે તેની બે મહત્વની ઈચ્છાઓ રહેલી હતી. તેમાં પ્રથમ ઈચ્છા, તે વતનમાં રહેલી ઉજવણી કરવા ઈચ્છતો હતો. જ્યારે બીજી ઈચ્છા તેની એ હતી કે, ઉજવણી આપણી કલા અને સંસ્કૃતિ સાથે થાય અને આ બધુ સમન્વય જામનગરમાં રહેલું હતું.